Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જરા યાદ ઉન્હેં ભી કરલો જો લૌટ કે ઘરના આયે......!

“મા, પાપા કબ આયેગેં...?”

“બસ બેટા શ્રીનગર સે નિકલ ચુકે હૈ. અભી ફોન થા, કહ રહે થે કી  શામ હોતે હોતે પહુંચ જાયેગેં...”

14 ફેબ્રુઆરીના દિવસે ના તો એ સાંજ આવી કે ના તો કોઇ લાડકવાયાનો પિતા ઘરે પહોંચ્યો. સાંજ થતાં થતાં તો બધુ જ બદલાઇ ચૂક્યું હતું. 40 કરતાં વધારે જવાનોના પરિવારો, આસમાન તૂટી પડ્યું હોય એવી આંસુઓથી ભરેલી જિંદગીમાં પહોંચી ગયા હતા.

સીઆરપીએફના એ જવાનો બસમાં બેઠા બેઠા એકબીજા સાથે વાતચીત કરી રહ્યાં હશે, કોઇ મોબાઇલમાં પરિવારની સાથે વાત કરી રહ્યો હશે, કોઇ આરામ કરી રહ્યો હશે તો કોઇ બસની બારીમાંથી બહારના દ્રશ્યો નિહાળી રહ્યો હશે.. કોઇ ઘડિયાળમાં જોઇને અનુમાન લગાલતા હશે કે હજુ કેટલી વાર....અને ઘડીના છઠ્ઠા ભાગમાં હતું...નહતું થઇ ગયું....એ જવાનની ઘડિયાળનાં કાંટા ત્યાં જ અટકી ગયા...

કેટલા શહીદ જવાનોના પાર્થિવ શરીર મળ્યા એ તો ઘટના સ્થળે હાજર રહ્યાં હોય એ જ કહી શકે. પણ આવા પાવરફુલ ધડાકામાં પાર્થિવ શરીર મળવા મુશ્કેલ હોય છે.

કોઇ યુવાન સુરક્ષા દળમાં જોડાય એટલે એને ખબર જ હોય છે કે એક દિવસ તે વર્દી સાથે અથવા તિરંગા સાથે ઘરે પહોંચશે. પરંતુ આ 40 કરતાં વધારે જવાનો પૈકી કેટલાકની તો માત્ર વર્દી જ મળી શકી છે.

ઘટનાની ટીકા-ટીપ્પણી, આલોચના, કડી નિંદા, શહીદોની શહાદત એળે નહીં જાય, યે હમલા કર કે આતંકીઓને બહોત બડી ગલતી કી હૈ બહોત બડી..., આતંકીઓને એવો પાઠ ભણાવીશું કે તેઓ જીવનભર યાદ રાખશે, હમ પૂરા ઓપોઝીશન ઇસ વક્ત હમારે જવાનો કે સાથ ખડે હૈ, હમ સરકાર કે સાથ ભી ખડે હૈ..... વગેરે. દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. અને હજુ વધુ પ્રતિક્રિયા આવશે.

કોઇ રાજકીય અવલોકન વગર પુલવામા-અવન્તિપોરના આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરીને આપીએ કંઇક આવી અશ્રુભીની આંખે શ્રધ્ધાંજલિ......

કર ચલે હમ ફિદા જાનો તન સાથીઓ

અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ....

                       ઓ..યુ ન લમ્હા લમ્હા મેરી યાદ મેં...

                       હો કે તન્હા તન્હા મેરી યાદ મેં

                       નૈના અશ્ક ના હો...નૈના અશ્ક ના હો...

અય મેરે વતન કે લોગો..

જરા આંખ મેં ભર લો આંસુ

જો શહીદ હુયે હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની...

જરા યાદ ઉન્હેં ભી કર લો,

જો લૌટ કે ઘર ના આયે...જો લૌટ કે ઘર ના આયે...!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ