જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓ સામેના ઓપરેશન દરમિયાન સૈન્યના બે કેપ્ટન અને બે જવાન શહીદ થઇ ગયા છે. સૈન્ય અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે ધર્મસાલના જંગલમાં આતંકીઓના ખાતમા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હોવાથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું, એવામાં છુપાયેલા આતંકીઓએ અચાનક જ સૈન્ય પર ગોળીબાર કરી દીધો હતો. જેમાં બે કેપ્ટન અને બે જવાન શહીદ થઇ ગયા છે. બીજી તરફ સૈન્યના ગોળીબારમાં બે આતંકીઓ ઘાયલ થઇ ગયા હતા, જેમણે બાદમાં સરેન્ડર કરી દીધુ હતું