જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી જ પાડોશી દેશ પાકિસ્તાન સરહદ પર સતત નાપાક હરકત કરી રહ્યું છે. ત્યારે હવે પાકિસ્તાનની વધુ એક અવળચંડાઈ સામે આવી છે. જેના કારણે ગુજરાતના દરિયાકિનારે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ સરહદ પારથી આતંકવાદી રાજ્યમાં ઘુસણખોરી કરશે એવા સંકેત મળતા ગુજરાતના દરિયાકિનારે સઘન ચેકીંગ ચાલી રહ્યું છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ અને રાજુલા તાલુકાના 80 કિલો મીટરના દરિયા કિનારે આતંકવાદી એલર્ટ સામે કાર્યવાહી કરવા માટે અમરેલી જિલ્લાની 100 ઉપરાંત પોલીસ જુદા-જુદા સ્થળે હથિયારો અને જરૂરી સાધનો સાથે સતત બાઝ નજર સાથે 24 કલાક પેટ્રોલિંગ કરી રહી છે.