ફિલિપાઇન્સમાં તબાહી મચાવ્યા બાદ હવે ચક્રવાત ક્રેથોન તાઇવાન તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને ધ્યાને લઈ તાઇવાનની સરકારે સાવચેતીના પગલાં લીધાં છે. બુધવારે રાજધાની તાઇપે સહિત દેશના મોટા ભાગોમાં તમામ ઓફિસ, શાળા-કોલેજ અને બજારોને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે તાઇવાનમાં બુધવારે સેંકડો ફ્લાઇટને રોકી દીધી છે.