અમેરિકામાં 20 થી પણ વધુ રાજ્યોમાં મહાકાય સ્ટોર્મ સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે. તેના કારણે ડસ્ટ સ્ટોર્મ ફૂંકાયું છે. કાર ચલાવવાથી લઈને પ્લેન ચલાવવા સુધી ભારે મુશ્કેલી પ્રવર્તી રહી છે. આ તોફાનમાં અત્યાર સુધીમાં 16ના મોત નીપજી ચૂક્યા છે. દસ કરોડથી વધુ લોકોને અસર થઈ છે. તેમા સૌથી વધુ મિસોરીમાં 10ના મોત થયા છે. ટેક્સાસના એમેરિલોમાં ડસ્ટ સ્ટોર્મના લીધે ત્રણના મોત થયા છે. જ્યારે અર્કાન્સાસમાં ઇન્ડિપેન્ડન્સ કાઉન્ટીમાં ત્રણના મોત નીપજ્યા છે. જ્યારે 29થી વધુને ઇજા થઈ છે.