ભારતમાં કોરોના મહામારીની સ્થિતિ 'બદથી બદતર' થવાની સાથે સ્થિતિ બેકાબૂ બની રહી છે તેવી ચેતવણી મંગળવારે કેન્દ્ર સરકારે આપી છે. કેન્દ્ર સરકારે આખો દેશ જોખમમાં મૂકાયો હોવાનું જણાવ્યું હતું. દેશમાં સોમવારે કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ ૬૮,૦૦૦થી વધુ અને મંગળવારે ૫૬,૨૧૧ કેસ સાથે માત્ર બે દિવસમાં ૧.૨૫ લાખ જેટલા કેસ નોંધાયા હતા. આ સાથે કુલ ૧.૨૧ કરોડ કેસ નોંધાયા છે. દેશમાં મંગળવારે કોરોનાથી ૨૭૧નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧.૬૨ લાખ થયો છે.