તૂર્કીની રાજધાની અંકારામાં મુંબઇના 26/11 જેવો આતંકવાદી હુમલો થયો છે. આતંકીઓએ સંરક્ષણ કંપનીમાં પણ આડેધડ ગોળીબાર કર્યો છે, જેના કારણે ચાર લોકોના મોત અને 14 ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઉપરાંત આતંકીઓએ અનેક લોકોને બંધક પણ બનાવી રાખ્યા છે. તૂર્કીના ગૃહ મંત્રીના જણાવ્યા મુજબ, સંરક્ષણ દળો આંતકવાદીઓ સામે લડત આપી રહ્યા છે. હાલ એક મહિલા અને એક પુરુષ આમ કુલ બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.