લદાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચીનની મિલિટરીએ પેન્ગોંગ ત્સો લેક અને ગાલવાન ખીણ સહિત લદાખમાંલાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ખાતે સૈનિકોની સંખ્યા વધારીને સંકેત આપી દીધો છે કે તે ભારતીય સૈન્ય સાથે થયેલા વિવાદનો અંત લાવવા ઈચ્છતું નથી.ચીનના લશ્કરે ખાસ કરીને ગાલવાન ખીણમાં પોતાની હાજરી વધારે મજબૂત કરી છે અને છેલ્લા બે સપ્તાહમાં 100 જેટલા ટેન્ટ બનાવ્યા છે. આ ઉપરાંત ભારતના વિરોધ છતાં સંભવિત બંકરો બનાવવા માટે મશીનરી પણ લાવી દીધી છે.