કર્ણાટકના શિવમોગામાં આમિર અહેમદ સર્કલમાં સ્વતંત્રતા સેનાની વીર વિનાયક દામોદર સાવરકર અને મૈસૂરના શાસક રહેલા ટીપુ સુલ્તાનના પોસ્ટર લગાવવા અંગે થયેલા વિવાદમાં સોમવારે પ્રેમસિંહ અને પ્રવીણ નામના બે હિન્દુ યુવકો પર ચાકુથી હુમલો કરાયો હતો. આ અથડામણ પછી પોલીસે હુમલો કરનારા ચાર લોકોની ધરપકડ કરી હતી. વધુમાં કલેક્ટરે શિવમોગા અને ભદ્રાવતી ટાઉનમાં ૧૮મી ઑગસ્ટ સુધી કલમ ૧૪૪ લાગુ કરી હતી તેમજ સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દીધી હતી.