છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસા જોવા મળી રહી છે. રાજ્યમાં ચાલી રહેલી હિંસા અટકવાનું નામ લેતી નથી... 3 મેથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 120થી વધુ લોકોના મોત થયા છે, ત્યારે મણિપુરમાં ફરી ગોળીબારની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મણિપુરના શાંતિપુર ગામ પાસે 2 જૂથો વચ્ચે ગોળીબાર થવાની ઘટના બની છે, જેના કારણે આ વિસ્તારનું વાતાવરણ ડહોળાયું છે.