દેશના સ્ટાર ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા હતા. ગોવા ખાતે મમતા બેનર્જીની ઉપસ્થિતિમાં પેસે ટીએમસીનો હાથ પકડ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ તેમના નાના ભાઈ જેવા છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, 'એ જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે, લિએન્ડર પેસ ટીએમસીમાં સામેલ થઈ ગયા છે. હું ખૂબ જ ખુશ છું. તે મારા નાના ભાઈ સમાન છે. હું એમને ત્યારથી ઓળખું છું જ્યારે હું યુવા મંત્રી હતી અને તેઓ ખૂબ નાના હતા.'