ભારતના પૂર્વ ક્રિકેટર અને લેજેન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકરે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રસ્તાવિત ચાર દિવસીય ટેસ્ટ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે. સચિને ICCના આ પ્રસ્તાવ અંગે કહ્યું કે, ‘હું ચાર દિવસીય ટેસ્ટ મેચની તરફેણમાં નથી અને ટેસ્ટ સાથે કોઈ ચેડાં ના થવા જોઈએ.’ જણાવી દઈએ કે અગાઉ ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી સહિત રિકી પોન્ટિંગ, જસ્ટિન લેંગર અને નાથન લાયન જેવા વિદેશી ક્રિકેટ દિગજ્જોએ પણ ટેસ્ટ મેચ ચાર દિવસીય નહીં કરવા મત વ્યક્ત કર્યો હતો.