મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને શનિવારે ગાંધીનગરમાં યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં રાજ્યમાં મંદિર, દેરાસર સહિતના ધર્મસ્થાનો કે આસ્થાનાં કેન્દ્રોને ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ કેટલાંક નિયમો સાથે દર્શન માટે ખુલ્લા રાખવા અંગે મહત્ત્વની ચર્ચા-વિચારણા થઈ હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 8મી જૂનથી ધર્મસ્થાનો ખોલવા માટેની મંજૂરી આપી છે. જોકે, અનેક મંદિરો દ્વારા સંક્રમણ ન ફેલાય તે માટે 15થી 17મી જૂન સુધી ધર્મસ્થાનો દર્શન માટે ન ખોલવાનો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રીએ જિલ્લામથકોનાં વિવિધ ધર્મ સંસ્થાઓના સંતો-મહંતો સાથે વિડીયો કોન્ફરન્સથી આ સમગ્ર બાબતે ગહન ચર્ચાઓ હાથ ધરીને માર્ગદર્શન આપ્યું હતું. અમદાવાદ જિલ્લા સેવા સદન ખાતેથી BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી, શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ સંવેગભાઈ લાલભાઈ, ટ્રસ્ટી શ્રીપાલભાઈ, જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા, કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત પૂજ્ય નિર્ગુણદાસજી સ્વામી સહિતના વિવિધ ધર્મ-સ્થાનોનાં પ્રતિનિધિઓ ઉપરાંત, દ્વારકા, સોમનાથ, પાલિતાણા, મહુડી, વડતાલ સહિતનાં તીર્થસ્થાનોનાં પ્રતિનિધિઓએ પણ વિવિધ જિલ્લાના મથકોથી આ વિડીયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.