સંસદના ચોમાસુ સત્રમાં થઈ રહેલા હંગામા વચ્ચે પીએમ મોદીએ વિપક્ષ પર હુમલો કર્યો છે અને ભાજપના સાંસદોને કહ્યુ છે કે, સરકારના કામ અંગેની સચ્ચાઈ લોકો સમક્ષ મુકો, જેથી વિપક્ષના જુઠ્ઠાણા ઉઘાડા પડી શકે.
ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને આગ્રહ કર્યો હતો કે, વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા થતા જુઠ્ઠાણાના પ્રચારને ખાળવા માટે લોકોને સચ્ચાઈની જાણકારી આપો.
પીએમ મોદીએ કોંગ્રેસ માટે કહ્યુ હતુ કે, કોંગ્રેસ પોતાના મતદારો માટે ચિંતિત નથી અને હજી પણ કોંગ્રેસને એવી જ ભાવના છે કે અમે 60 વર્ષ સુધી દેશ પર શાસન કર્યુ છે. કોંગ્રેસ એ સત્યને પચાવી શકતી નથી કે લોકોએ ભાજપના હાથમાં સત્તા સોંપી છે.