દેશમાં 26 જૂનથી નવો ટેલિકોમ કાયદો અમલમાં આવ્યો છે. લિકોમના ક્ષેત્રમાં સતત થઈ રહેલા નવા ટેક્નોલોજીકલ ફેરફારોને ધ્યાનમાં રાખીને નવો ટેલિકોમ કાયદો લાવવામાં આવ્યો છે. આ નવા ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023એ ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885 અને ઈન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ 1933નું સ્થાન લીધું છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં આ નવા કાયદાને બંને ગૃહો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને તે જ મહિનામાં રાષ્ટ્રપતિએ પણ આ કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. જયારે હવે આ કાયદાનો અમલ થયો છે. ટેલિકોમ એક્ટ 2023માં કાયદાની કલમ 1, 2, 10 થી 30, 42 થી 44, 46, 47, 50 થી 58, 61 અને 62 ની જોગવાઈઓ અમલમાં આવશે ત્યારે એક્ટને લગતી ખાસ બાબતો જોઈએ.
એક ઓળખ કાર્ડ પર એક વ્યક્તિ 9 સિમ કાર્ડ રજીસ્ટર કરાવી શકે છે. તેમજ જમ્મુ-કાશ્મીર અને નોર્થ ઇસ્ટ સ્ટેટના લોકો માત્ર 6 સિમ રજીસ્ટર કરાવી શકે છે. તેનાથી વધુ સિમ કાર્ડ લેનાર માટે પ્રથમ વખત રૂ. 50 હજારના દંડ અને નીજી વખત આવું થાય તો રૂ. 2 લાખ દંડની જોગવાઈ છે.
ગુનાખોરી પર અંકુશ લગાવવા તેમજ સિમ કાર્ડ જારી થતા રોકવા માટે પણ આ એક્ટમાં કડક જોગવાઈઓ છે. જેમાં નકલી સિમ કાર્ડ વેચવા, ખરીદવા અને ઉપયોગ કરવા પર ત્રણ વર્ષની જેલ અથવા રૂ. 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. નવા કાયદા હેઠળ બાયોમેટ્રિક ડેટા લીધા પછી જ સિમ આપવામાં આવશે.
યુઝરને મળશે DND વિકલ્પ
આ સિવાય ટેલિકોમ કંપનીઓ યુઝરને DND (Do-Not-Disturb) સર્વિસ રજીસ્ટર કરવાનો વિકલ્પ આપે છે. યુઝર્સ હવે વારંવાર આવતા બિનજરૂરી ફોન કોલ્સ વિશે પણ ફરિયાદ કરી શકશે. નિયમોનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પ્રમોશનલ મેસેજ મોકલવા માટે પણ યુઝર્સની સંમતિ જરૂરી છે. જેના માટે પહેલા સંમતિ લેવાની રહેશે.
કોલ ટેપિંગ માટે ત્રણ વર્ષની સખત સજા
ટેલિકોમ નેટવર્કનો ડેટા એક્સેસ કરવો, ટેપિંગ કે પરવાનગી વગર કોલ રેકોર્ડ કરવાને ગુનો ગણવા,માં આવે છે. જો કોઈ આવું કરતા પકડાશે તો આ માટે ત્રણ વર્ષની સખત કેદ અને રૂ. 2 કરોડ સુધીનો દંડ થઈ શકે છે.