Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં એક શર્મનાક ઘટના ઘટી છે. અહીં એક મહિલા મામલતદારને ઓફિસમાં ઘુસી પેટ્રોલ નાખી જીવતી સળગાવી દેવામાં આવી છે. આ મામલામાં પોલીસે કહ્યું કે, સોમવારે સવારે એક વ્યક્તિ મામલતદારની ઓફિસમાં ઘુસી આવ્યો અને મામલતદાર વિજયા પર પેટ્રોલ રેડી આગ લગાવી દીધી. તેલંગાણા ટુડે અનુસાર, જે સમયે ઘટના બની તે સમયે મામલતદાર પોતાની ઓફિસના રૂમમાં એકલા હતા. આગ લાગ્યા બાદ મહિલા અધિકારી ચિસો પાડતા પાડતા બહાર આવ્યા. ત્યાં બહાર રહેલા કર્મચારીઓએ તેમનો જીવ બચાવવાની કોશિસ કરવા લાગ્યા. જોકે, આગમાં વધારે સળગી ઉઠવાથી તેમનો જીવ બચાવવામાં અસફળ રહ્યા, અને ઘટના સ્થળ પર જ તેમનું મોત થઈ ગયું. મહિલા મામલતદારને બચાવવાની કોશિસ કરી રહેલો એક વ્યક્તિ પણ ગંભીર રીતે દાઝી ગયો છે.

પોલીસ સૂત્રો તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીની ઓળખ ખેડૂત તરીકે થઈ છે. જેનું નામ સુરેશ બતાવાઈ રહ્યું છે. આરોપીએ ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસ સામે શરણાગતી સ્વીકારી લીધી છે અને તેણે જ મહિલાને સળગાવી હત્યા કરવાનો ગુનો કબુલ્યો છે. આરોપી સુરેશે પોલીસને જણાવ્યું છે કે, ખેતીની નોંધણીના મામલામાં મામલતદાર વિજયાએ વિરોધીઓ સાથે હાથ મિલાવી લીધા હતા. ખેડૂત સુરેશે પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે કે તેને ત્રાસ આપવામાં આવ્યો હતો અને લાંચની પણ માંગ કરવામાં આવી હતી, જેને લઈ તેણે મામલતદારને જીવતા સળગાવી દીધા. આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ