Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તેલંગાણાની હાઈકોર્ટ એક PIL પર સુનાવણી કરા પોલીસની ઝાટકણી કાઢી છે. ચીફ જસ્ટિસ રાઘવેન્દ્ર સિંહ ચૌહાણ અને જસ્ટિસ બી વિજસેન રેડ્ડીની બેંચે હૈદરાબાદ પોલીસને સવાલ કર્યો કે રાષ્ટ્રીય લોકડાઉન દરમિયાન નિયમોના ઉલ્લંઘન કરવાના સૌથી વધારે કેસ મુસ્લિમ સમાજના લોકોની વિરુદ્ધ જ કેમ દાખલ કરાયા છે. આનો અર્થ એ છે કે બીજા સમુદાયોના લોકોમાંથી કોઈએ પણ લોકડાઉનનું ઉલ્લંઘન કર્યું નથી. 

હકીકતમાં સમાજીક કાર્યકર્તા શીલા સારા મૈથ્યૂઝે હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. તેમણે કોર્ટને એવી કેટલીક ઘટનાઓ અંગે જાણ કરી હતી જેમાં પોલીસે મુસ્લિમ યુવકોની સાથે ક્રૂરતા કરી હતી. જેમાં તેમને ગંભીર ઈજા થઈ હતી. શીલાના વકીલ દીપક મિશ્રાએ જુનૈદના નામના યુવકનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે જુનૈદને ઢોર માર માર્યો હતો જેને કારણે તેને 35 ટાંકા આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, જુનૈદ પ્રવાસી મજૂરોને ભોજન પહોંચાડવાનો કામ કરી રહ્યો હતો. ત્યારે જ પોલીસ કોન્સટેબલે તેને રોક્યો અને તેના માર માર્યો હતો. 

પોલીસે દલીલ કરી હતી કે આરોપમાં કોઈપણ પીડિતનું કોઈ નિવેદન સામેલ નથી. જો કે કોર્ટે પોલીસની આ દલીલને વખોડી હતી. તમામ દલીલોને સાંભળ્યા બાદ કોર્ટે આદેશ આપ્યા છે કે, 20 જૂન સુધી પોલીસ અધિકારી દોષિ કોન્સ્ટેબલ્સની વિરુદ્ધ કાર્યવાહી કરે અને કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ