તેલંગાણાના કેટલાક વિસ્તારોમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. હાલમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. મહારાષ્ટ્ર અને છત્તીસગઢના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે સવારે 7:27 વાગ્યે તેલંગાણાના મુલુગુમાં રિક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હૈદરાબાદથી લગભગ 250 કિલોમીટર દૂર સ્થિત મુલુગુમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો.