આગામી તેલંગાણા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે તેના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. ભાજપે તેની પાંચમી યાદીમાં 14 ઉમેદવારોની જાહેરાત કરી છે.
કુલ 114 ઉમેદવારના નામ જાહેર
આ નવી યાદી સાથે ભાજપે અત્યાર સુધીમાં કુલ 114 ઉમેદવારોની જાહેરાત કરી છે. અગાઉ ભાજપે 12 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં ચલમાલા કૃષ્ણ રેડ્ડી (મુનુગોડે), નાકરાકાંતિ મોગુલૈયા (નાકરેકલ-એસસી) અને અજમીરા પ્રહલાદ નાઈક (મુલુગ-એસટી), દુર્ગમ અશોક (ચેન્નુર-એસસી), વી સુભાષ રેડ્ડી (યેલ્લારેડ્ડી મતવિસ્તાર), તુલા ઉમા (વેમુલાવાડા) સહિત અન્ય ઉમેદવારોના નામ સામેલ છે.