તેલંગાણા સરકારે સોમવારે અનુસૂચિત જાતિ (એસસી) વર્ગીકરણ લાગુ કરી દીધુ છે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એસસી અનામતનું વર્ગિકરણ કરનારું તેલંગાણા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૧૪મી એપ્રીલે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિએ તેને લાગુ કરાયું છે. જે મુજબ હવેથી તેલંગાણામાં એસસીના ત્રણ વર્ગ કરાશે જેમાં આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવી છે.