જુહાપુરામાં મંગળવારે સાંજે 7.45 વાગ્યાની આસપાસ ટ્યૂશનથી ઘરે પરત ફરી રહેલી 14 વર્ષીય સગીરાનું કારમાં ત્રણ શખ્સોએ અપહરણ કર્યું હતું તેમજ દુષ્કર્મના ઈરાદે અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. પરંતુ તેણે હિંમત દાખવી ચાલુ કારમાંથી ઝંપલાવી અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છૂટવામાં સફળતા મેળવી હતી. ઈજાગ્રસ્ત સગીરાને સારવાર હેઠળ વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટનાને પગલે અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા પર ફરી સવાલો ઊભા થયા છે. વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આસપાસના સીસીટીવીના આધારે કાર અને અપહરણકર્તાની શોધખોળ શરૂ કરી છે.