વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન દેશ એક સાથે અનેક મોરચા પર લડી રહ્યો છે. વડાપ્રધાને તેમના સંબોધનમાં રમકડાં અને મોબાઈલ એપ્સમાં આત્મનિર્ભર બનવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે હવે સમય છે કે દરેકને સ્થાનિક રમકડાં માટે આત્મનિર્ભર બને. તેમણે એમ પણ કહ્યું કે બધી વર્ચુઅલ ગેમ્સમાં વિદેશોની થીમ છે. તેથી તેમણે દેશની યુવા પ્રતિભાઓને પણ ભારત માટે રમતો બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
વર્ચુઅલ ગેમ્સ અને રમકડાઓ બાબતે દેશને આત્મનિર્ભર બનાવવા માટે તેમણે કહ્યું હતું કે, હવે કમ્પ્યુટર્સ અને સ્માર્ટફોનના આ યુગમાં વર્ચુઅલ ગેમ્સ ખૂબ જ ટ્રેન્ડ કરે છે. આ ગેમ્સ બાળકો તેમજ મોટાઓને પણ આકર્ષે છે. જો કે મોટાભાગની ગેમ્સમાં તેમની થીમ્સ બહારની હોય છે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હવે વર્ચુઅલ ગેમ્સ અને રમકડાં ક્ષેત્રને આગળ વધારવા બધાએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની છે.
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે જે દેશ પાસે અદ્ભુત વારસો, પરંપરા અને વિવિધતા હોય તે દેશની રમકડાંની બજારમાં હિસ્સેદારી ઓછી હોય તે કેમ ચાલે. આ તકે તેમણે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિશાખાપટ્ટનમમાં સી.વી. રાજુ છે, તેના ગામના ઇતિ-કોપ્પકા રમકડાં ખૂબ પ્રચલિત હતા. તેમની વિશેષતા એ છે કે તે રમકડાં લાકડામાંથી બનેલા હોય છે અને બીજું આ રમકડાંમાં કોઈ એંગલ કે ખૂણો ન મળતો. હવે સી વી રાજૂએ આ રમકડાંને લઈ પોતાના ગામના કારીગરોની સાથે મળી નવી ચળવળ શરુ કરી છે. તેઓ સારી ક્વોલિટીના આવા રમકડા બનાવી સંસ્કૃતિને ફરીથી ઉજાગર કરી રહ્યા છે.
આ રાજ્યની જેમ દેશભરમાં દરેક રાજ્યમાં લોકલ રમકડાંની પરંપરા સમૃદ્ધ છે. આવા રમકડાં પર્યાવરણને પણ અનુકૂળ છે. તેને બનાવનાર કારીગરો તેને બનાવવાની મહારત ધરાવે છે. ભારતમાં કેટલાક ક્ષેત્ર ટોય ક્લસ્ટર્સ એટલે કે રમકડાંના કેન્દ્ર તરીકે પણ વિકસિત થઈ રહ્યા છે. આવા વિસ્તારમાં કર્ણાટકનું રામનગરમમાં ચન્નાપટના, આંધ્રપ્રદેશનું કૃષ્ણામાં કોંટાપલ્લી, તમિલનાડુમાં તંજૌર, આસામમાં ધુબરી, ઉત્તર પ્રદેશના વારાસણીમાં પણ આવા અનેક સ્થળ છે. હવે આગામી દિવસોમાં એ વાત પર મંથન કરવામાં આવે કે ભારતના બાળકોને નવા નવા રમકડાં કેવી રીતે મળે અને ભારત રમકડાંના ઉત્પાદનમાં સૌથી મોટું હબ કેવી રીતે બને.