ભારતીય ક્રિકેટના ૮૨ વર્ષના ઇતિહાસમાં ટીમ ઇન્ડિયાએ પહેલીવાર આટલી શરમજનક સ્થિતિનો સામનો કરવો પડયો હતો. ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડ ખાતે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં ભારતીય ક્રિકેટ ટીમે ૩૬ રન પર ૯ વિકેટનો સૌથી નિમ્ન એક ઇનિંગનો સ્કોર નોંધાવ્યો હતો. ૧૧મા ક્રમે રમવા આવેલો મોહમ્મદ શમી ઇજાગ્રસ્ત થતાં બેટિંગ કરી શક્યો નહોતો. અગાઉ ૧૯૭૪માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમેચમાં લોર્ડ્સ ખાતે એક ઇનિંગમાં ૪૨ રને ઓલઆઉટ થઇ હતી. શનિવારે ભારતે બીજી ઇનિંગમાં એક વિકેટે ૯ રનના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. ટીમનો એકપણ બેટ્સમેન બે ડિજિટમાં પહોંચી શક્યો નહોતો. ભારતીય બેટ્સમેન દ્વારા ફક્ત ૧૫ રનમાં ૪ અને ૧૯ રનમાં ૬ વિકેટ નાખી દેવામાં આવી હતી. ૨૬ રનમાં ભારતની આઠ વિકેટ પડી ગઇ ત્યારે એવો ભય સેવાઇ રહ્યો હતો કે ટીમ ઇન્ડિયા ન્યૂઝિલેન્ડની ટીમના એક ઇનિંગના સૌથી ઓછા સ્કોર ૨૬ રનનો રેકોર્ડની બરાબરી કરશે. જોકે પૂંછડિયા બેટ્સમેનોએ થોડી લાજ રાખીને ભારત પર આ કલંક લાગતું અટકાવ્યું હતું. શનિવારે ઓસ્ટ્રિલિયા સામે ભારતે બીજી ઈનિંગમાં કેપ્ટન વિરાટ કોહલી સહિત કોઈ ખેલાડી ૧૦થી વધારે રન કરી શક્યા નહીં. ભારતના ત્રણ ખેલાડી શૂન્ય રન પર આઉટ થયા અને હાઇએસ્ટ સ્કોર મયંક અગરવાલનો નવ રન રહ્યો અને આ ઈનિંગમાં એક પણ એક્સ્ટ્રા રન નોંધાયો ન હતો.