ગુજરાતમાં તલાટી કમ મંત્રીઓ પોતાની માંગણીઓને લઇને અચોક્કસ મુદ્દતની હડતાળે ઉતર્યા છે. આ કારણે ગ્રામ પંચાયતનાં કામો ખોરંભે ચડ્યા છે, ત્યારે રાજ્યમાં તલાટીની કામગીરી પણ શિક્ષકોને સોંપાતા શિક્ષકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તલાટી કમ મંત્રીઓએ અચોક્કસ મુદ્દતની હડતાળ જાહેર કરતા દિયોદર તાલુકાનાં વિકાસ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો કે ગ્રામસભાની કામગીરી શિક્ષકો કરશે.
દિયોદરનાં TDOનાં પરિપત્રને ભંસાણા પ્રાથમિક શાળાનાં આચાર્યએ રદ કરવા જણાવ્યું છે. ગ્રામસભાની કામગીરી શિક્ષકોને સોંપાતા રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આજથી તલાટીઓ રાજ્યવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે.