રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો અને કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે ક્ષિખ કે કર્મચારીઓને ફાજલ પડતા નોકરી ગુમાવવાની ચિંતા નહીં રહે, સરકારે ફાજલનું રક્ષણ આપવાનો હિતકારી નિર્ણય લીધો છે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે પછી નવી નિમણૂક પામનાર કોઇપણ અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક- કર્મચારીને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહી.