ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની સજ્જતા સર્વેક્ષણ કસોટી જાહેર કરવામાં આવી છે પરંતુ શિક્ષકો દ્વારા કસોટીનો વિરોધ થઇ રહ્યો છે. જેના કારણે પરીક્ષા ખંડો ખાલીખમ છે. રાજ્યના લાખો શિક્ષકોએ આ સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કર્યો છે. આજે બે વાગે સર્વેક્ષણ શરૂ થવાનું હતુ પરંતુ અનેક સેન્ટરો પર શિક્ષકો હાજર જ નથી.
આજે બે વાગે આ કસોટી શરૂ થવાની હતી પરંતુ રાજ્યમાં મોટાભાગનાં શિક્ષકો બે વાગ્યે પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા જ નથી. તમામ સેન્ટરો ખાલીખમ છે. ત્યારે પરીક્ષાની પ્રક્રિયા ચાલુ રાખવા તમામ વર્ગમાં બેઠક વ્યવસ્થા પર જ જવાબ માટેની OMR શિટની વહેંચણી પણ કરાઈ હતી.