ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં રાંચી ખાતે 497/9 દાવ ડિક્લેર કર્યો હતો. ઓપનર રોહિત શર્માએ પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ બેવડી સદી ફટકારતાં 212 રનની ઇનિંગ્સ રમી હતી. તેણે ગિડીની બોલિંગમાં પુલ શોટ રમીને ડીપ સ્કવેર લેગ પર સિક્સ મારીને 200 રન પૂરા કર્યા હતા. તે ટેસ્ટ અને વનડે બંનેમાં બેવડી સદી મારનાર વર્લ્ડનો ચોથો પ્લેયર બન્યો છે. તેની પહેલા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ અને ક્રિસ ગેલે આ સિદ્ધિ મેળવી હતી. તે ઉપરાંત અજિંક્ય રહાણેએ પોતાના ટેસ્ટ કરિયરની 11મી સદી મારીને 115 રન કર્યા હતા. રોહિત- રહાણેએ ચોથી વિકેટ માટે 267 રનની ભાગીદારી કરી હતી.
તે બંને સિવાય રવિન્દ્ર જાડેજાએ પણ કરિયરની 13મી ફિફટી મારી હતી. તે 51 રને આઉટ થયો હતો. તેમજ 9મા ક્રમે બેટિંગ કરવા આવેલા ઉમેશ યાદવે 10 બોલમાં 5 છગ્ગાની મદદથી 31 રનનું યોગદાન આપ્યું હતું. દક્ષિણ આફ્રિકા માટે જોર્જ લિન્ડેએ 4 વિકેટ લીધી હતી. રોહિત દ. આફ્રિકા સામે 500થી વધુ રન કરનાર પ્રથમ ભારતીય બન્યો. અગાઉ પ્રોટિયાસ સામે સૌથી વધુ રનનો રેકોર્ડ મોહમ્મદ અઝહરના નામે હતો. અઝહરે 1996/97માં 388 રન કર્યા હતા.