રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના કારણે લોકો પોતાની ઓફિસે જઈ શકે તેમ નથી, જેના કારણે લોકો ઘરે બેસીને કામ કરવા મજબૂર થઈ ગયા છે, ત્યારે હવે આજ મજબૂરીએ કંપનીને નવો રસ્તો દેખાડ્યો છે. હવે તમામ કંપનીઓ વર્કફ્રોમ હોમ પર ફોકસ કરી રહી છે. એટલે કે આગામી દિવસોમાં ઘરે બેસીને કામ કરવાનું ચલણ વધવાનું છે.
હાલ TCSના 90 ટકા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ
હકીકતમાં લૉકડાઉનના કારણે દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલટન્સી સર્વિસીઝ (TCS)ના હાલ 90 ટકા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. જો કે હવે કંપનીએ એવી યોજના બનાવી છે કે, વર્ષ 2025 સુધી તેના 75 ટકા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. એટલે કે 75 ટકા કર્મચારીઓ ઘરેથી જ કંપનીનું કામ કરશે.
લૉકડાઉન દરમિયાન વર્ક ફ્રોમ હોમનું મૉડલ ઉભરાઈને આવ્યું છે અને આ મૉડલના સારા પરિણામો પણ જોવા મળી રહ્યાં છે. જેના કારણે અનેક મોટી કંપનીઓ હવે તેને ભવિષ્યમાં પણ અપનાવવામાં લાગી ગઈ છે.
2025 સુધી 75 ટકા વર્કફ્રોમ હોમની યોજના
લૉકડાઉન પહેલા TCSના 20 ટકા કર્મચારીઓ જ ઘરેથી કામ કરતા હતા, પરંતુ હવે કોરોના વાયરસના કારણે 90 ટકા કર્મચારીઓ ઘરે બેસીને કંપનીને પોતાની સેવાઓ આપી રહ્યાં છે. TCSમાં કુલ 4.48 લાખ (ભારતમાં 3.5 લાખ સહિત) કર્મચારીઓ છે. કંપનીની યોજના પ્રમાણે વર્ષ 2025 સુધી તેના કુલ 75 ટકા એટલે કે 3.5 લાખ કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરવા લાગશે.
આ અંગે TCSના ચીફ ઓપરેટિંગ ઓફિસર એનજી સુબ્રમણ્યમને જણાવ્યું કે, અમે નથી માનતા કે, 100% પ્રોડક્ટિવિટી માટે અમારા 25 ટકાથી વધુ કર્મચારીઓને ઓફિસથી કામ કરવાની જરૂર છે. તેમનું માનવું છે કે, 25-25નું નવું મોડલ અપનાવવાથી ભવિષ્યમાં ઓછી ઓફિસ સ્પેસની જરૂરત રહેશે. આ મોડલ અંતર્ગત દરેક કર્મચારીઓએ માત્ર 25 ટકા સમય જ ઓફિસમાં વીતાવશે.
અગાઉ IT ઈન્ડસ્ટીઝની જાણીતા હસ્તી ક્રિસ ગોપાલકૃષ્ણને પણ જણાવ્યું હતું કે, લૉકડાઉન બાદ એટલે કે સ્થિતિ સામાન્ય થવા પર પણ અંદાજે 10 લાખથી વધુ IT કર્મચારીઓ ઘરેથી જ કામ કરવાની સંભાવના છે. લોકડાઉન દરમિયાન કામ કરવાની પ્રણાલીમાં પરિવર્તન આવ્યું છે, જે હવે પ્લાનિંગનો એક ભાગ બનવા તરફ આગળ વધી રહ્યો છે.