સુરતના સરથાણામાં 24મેના દિવસે બનેલા તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમો જીવતા ભડથું થઈ ગયા હતાં. ત્યારે આ દુર્ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ખુદ પોલીસ કમિશ્નર સતીષ કુમારે જણાવ્યું હતું કે DGVCL, પાલિકા અને ફાયર વિભાગની બેદરકારીના કારણે મોતનો આંકડો 22 ભુલંકાઓ સુધી પહોંચ્યો હતો.