પહેલી એપ્રિલ,2025થી તમારા ખિસ્સા પર સીધી અસર કરે તેવા અનેક ફેરબદલ લાગુ થઈ રહ્યા છે. નવા બજેટમાં કરવામાં આવેલી મોટી જાહેરાતો પણ આજથી જ લાગુ થશે. ટેક્સમાં રાહત, સામાન સસ્તું-મોંઘું સહિત અનેક ફેરફાર થયા છે.
ન્યૂ ટેક્સ રિજિમમાં હવે 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. સાથે જ 75 હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે આ રકમ થઈ જાય છે 12.75 લાખ રૂપિયા. 20થી 24 લાખની આવક પર 25 ટકા ટેક્સનો નવો સ્લેબ જોડવામાં આવ્યો છે. પહેલા 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગતો હતો, જે હવે વધીને 24 લાખ થઈ ગઈ છે. જેના કારણે મિડલ ક્લાસને રાહત મળી છે.