ટાટા ટેકનોલોજીસના IPO ની રોકાણકારો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ આઈપીઓ પહેલા જ દિવસે એટલે કે આજે 6.55 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. ટાટા ટેકનોલોજીસનો આઈપીઓ બુધવારે ખુલતાની સાથે જ 36 મિનિટની અંદર સંપૂર્ણ સબસ્ક્રાઈબ થયો હતો.
ટાટા ગ્રુપ દ્વારા લગભગ 20 વર્ષ બાદ IPO લઈને આવ્યું છે. ટાટા ગ્રૂપ આ પહેલા 2004 માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એટલે કે TCS નો IPO લાવ્યા હતા. ટાટા ટેકનોલોજીસના IPO 24 નવેમ્બરના રોજ સુધી ભરી શકાશે.