દેશની 4 અગ્રણી પેસેન્જર વ્હીકલની કંપનીમાં સામેલ ટાટા મોટર્સ અગામી મહીનાની શરૂઆતમાં કારની કિંમતમાં 25000 રૂપિયા સુધીનો વધારો કરશે. કંપનીએ શનિવારે આ માહિતી આપી છે. કંપનીનું કહેવું છે કે, ખર્ચ અને અન્ય આર્થિક કારણોને કારણે ભાવ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં ટાટા સૌથી મોટી કંપની છે.