ભારતીય શેર બજારોમાં વિક્રમી તેજીની સાથે સાથે ટાટા ગ્રુપ કંપનીઓના શેરોમાં તાજેતરમાં ખાસ ટાટા મોટર્સના શેર અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ(ટીસીએસ)ના શેરોમાં થયેલી તોફાની તેજીના પરિણામે આજે ૬, ફેબ્રુઆરી ૨૦૨૪ના ટાટા ગ્રુપ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩૦ લાખ કરોડનો આંક પાર કરી ગયું છે. આ સાથે દેશમાં આ આંક પાર કરનાર ટાટા ગ્રુપ પ્રથમ ભારતીય કોર્પોરેટ ગ્રુપ બન્યું છે. ટાટા મોટર્સના સારા પરિણામ સાથે ટાટા પાવરના ગ્રીન એનજીૅ ક્ષેત્રે ઝડપી આગળ વધી ૫૫૦૦ મેગાવોટનો પોર્ટફોલિયો નિર્માણ થવા ટાટા હોટલ્સ સહિતની મજબૂત કામગીરીના પોઝિટીવ પરિબળોએ ટાટા ગ્રુપ શેરોમાં રોકાણકારોનું આકર્ષણ વધતું જોવાયું છે.