સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ થમ્સ અપ, ગોલ્ડ સ્પોટ લિમ્કા, કોકા-કોલા વેચ્યાના લગભગ ત્રણ દાયકા પછી રમેશ ચૌહાણ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (TCPL) ને અંદાજિત રૂ. 6,000 થી 7,000 કરોડમાં બિસ્લેરી ઈન્ટરનેશનલ વેચી રહ્યા છે. ડીલ હેઠળ હાલનું મેનેજમેન્ટ બે વર્ષ સુધી ચાલુ રહેશે. 82 વર્ષીય ચૌહાણની તબિયત સારી રહેતી નથી અને તેઓ કહે છે કે બિસ્લેરીને વિસ્તરણના આગલા સ્તર પર લઈ જવા માટે તેમની પાસે કોઈ અનુગામી નથી. ચૌહાણે કહ્યું દીકરી જયંતિને બિઝનેસમાં બહુ રસ નથી. બિસ્લેરી ભારતની સૌથી મોટી પેકેજ્ડ વોટર કંપની છે.