આજે TAT (Teachers Apptitude Test) ની મુખ્ય પરીક્ષા લેવાશે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આ પરીક્ષાના સેન્ટર આપવામાં આવ્યા છે. રાજ્યના 225 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ રહી છે. આ વખતે રાજ્યના 60 હજાર ઉમેદવારો આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. અગાઉ 18 જૂને આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે બિપરજોય વાવાઝોડાને પગલે આ પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય કરાયો હતો. જે બાદ TAT(S)ની મુખ્ય પરીક્ષા 25 જૂન 2023ના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો આ અંગેની માહિતી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી હતી.