આવતીકાલ તા. ૨ એપ્રિલે અમેરિકા દ્વારા ટેરિફ જાહેર થાય તે પૂર્વે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં પણ વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી હાથ ધરાયેલ વેચવાલીની દબાણે સેન્સેક્સમાં ૧૩૯૦ અને નિફટીમાં ૩૫૪ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું. આજે રોકાણકારોની સંપત્તિમાંથી રૂા. ૩.૪૪ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.