જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. મૃતકની ઓળખ સંજય શર્મા તરીકે થઈ છે જેઓ સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા હતા. ત્યારે હવે આ ટાર્ગેટ કિલિંગની ઘટના પર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના ચીફ મહેબૂબા મુફ્તીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ટાર્ગેટ કિલિંગની ઘટનાથી બીજેપીને ફાયદો થઈ રહ્યો છે.