ગુજરાત સરકારના રમણલાલ નીલકંઠ એવોર્ડ માટે તારક મહેતા પસંદગી પામ્યા. ચિત્રલેખાની કટાર દુનિયાને ઉંધા ચશ્માથી જાણીતા હાસ્યલેખક તારકભાઈને 2011માં ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ એવોર્ડ પણ મળેલો. એવોર્ડ અંગેની પ્રતિક્રિયા માટેના મીડીયાનો ફોન ઈંદુબહેને રિસીવ કર્યો. તેમને કહ્યું કે અવસ્થાના કારણે તે લાગણી વ્યક્ત કરી શકતા નથી, પણ આ જાણી તેમની આંખોમાં આનંદ જોયો.