ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાતા બારડોલી અને માંડવીને જોડતો હરીપુરા (કડોદ) કોઝવે ઉપરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. મહત્વનો કોઝવે પરનો વાહન વ્યવહાર પાણીનાં આવરાને લઇ ઠપ્પ થઈ જતાં 15 જેટલા ગામડાઓને અસર થઈ છે.
ઉકાઇ ડેમમાંથી 19 દરવાજા ખોલી તબક્કાવાર 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું હોય સાવચેતીનાં ભાગરૂપે કડોદ નજીક હરીપુરા કોઝવેનો વાહન વ્યવહાર બંધ કરાયો છે. માંડવી અને બારડોલી તાલુકાને જોડતો મહત્વનો કોઝવે પાણીનાં આવરાને લઇ વાહન વ્યવહાર ઠપ્પ થતાં વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તા પરથી જવા બારડોલી SDMએ ટ્વીટ કરી સુચના આપી છે.