હરિયાણા પોલીસે ફતેહબાદથી એક તાંત્રિકની ધરપકડ કરી છે. આ તાંત્રિક પર 120 મહિલાઓ સાથે બળાત્કાર કરવાનો આરોપ છે. અમરપુરી ઉર્ફે બિલ્લૂ નામના આ તાંત્રિકે બળાત્કારના વીડિયો દ્વારા બ્લેકમેઈલિંગ કરીને મહિલાઓ સાથે ફરીથી રેપ કરતો હતો. હરિયાણા પોલીસે ધરપકડ કરાયેલા તાંત્રિક બિલ્લૂની પાસેથી ઓછામાં ઓછી 120 વીડિયો ક્લિપ્સ ઝડપી પાડી છે.