અરુણાચલ પ્રદેશ અને હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફીમાં પહેલા જ દિવસે તન્મયે સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારીને મોટી સિદ્ધિ મેળવી હતી. હાલમાં રમાઈ રહેલી આ ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશના તન્મય અગ્રવાલ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેન બ્રાયન લારાના 501 રનના રેકોર્ડને તોડવાની નજીક પહોંચી ગયો છે. તન્મયે હૈદરાબાદ સામે રમાઈ રહેલી મેચમાં 160 બોલમાં 21 છગ્ગા અને 21 સિક્સર ફટકારી 323 રન બનાવ્યા હતા. આ ઈનિંગના કારણે તન્મય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે માત્ર 147 બોલમાં 300 રનનો આંકડો પાર કર્યો છે.