તામિલનાડુમાં પહેલી માર્ચથી વેપારી મંડળે મલ્ટીનેશનલ કંપનીના સોફ્ટ ડ્રિન્કને વેચવાનું બંધ કર્યું. મંડળના મતે, દુકાળગ્રસ્ત તામિલનાડુમાં સોફ્ટ ડ્રીંકના ઉત્પાદનમાં પાણીનો ઘણો બગાડ થાય છે, જે ઠીક નથી. મંડળ માને છે કે આ પગલાંથી ખેડૂતોને લાભ થશે અને પાણીનો બગાડ અટકશે. જોકે, એવી પણ વાત છે કે PETA સંસ્થાએ જલિકટ્ટુનો વિરોધ કરેલો તેના વિરોધમાં મલ્ટીનેશનલ કંપનીઓ વિરુદ્ધ જુવાળ ઉભો થયો છે.