તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભઆગે ડીએમકેના નેતા સ્ટાલિનના જમાઈના ઘરે દરોડા પાડતા અહીંનુ રાજકારણ ગરમાયુ છે.
સ્ટાલિનના જમાઈ સબરીસનના ઘર, ફાર્મ હાઉસ સહિતના સ્થળોએ આવકવેરાની ટીમો આજે સવારે એક સાથે ત્રાટકી હતી.જોકે કાર્યવાહી અંગે હજી વધારે ખુલાસો થયો નથી પણ એવુ મનાય છે કે, સ્ટાલિનના જમાઈના ઘરમાં મોટા પાયે રોકડ રકમ છુપાવાઈ હોવાની બાતમી આવકવેરા વિભાગને મળી હતી.
તામિલનાડુમાં 234 બેઠકો માટે 6 એપ્રિલે મતદાન થવાનુ છે.ડીએમકે અને કોંગ્રેસ ભેગા મળીને ભાજપ અને એઆઈડીએમકે સામે ચૂંટણી લડી રહ્યા છે.આ સંજોગોમાં ચૂંટણી પહેલા જ પાડવામાં આવેલા દરોડોના પગલે તામિલનાડુમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.