તમિલનાડુના રાજ્યપાલ આર.એન રવિએ જેલમાં બંધ વી.સેંથિલ બાલાજીને ગુરૂવારે તત્કાલ પ્રભાવથી મંત્રિપરિષદથી બર્ખાસ્ત કરી દીધા હતા. તમિલનાડુ રાજભવને નિવેદન જાહેર કરીને કહ્યું કે, મંત્રી વી.સેંથિલ બાલાજી નોકરીઓના બદલે પૈસા લેવા અને મની લોન્ડ્રિંગ સહિત ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓમાં ગંભીર ગુનાહિત કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિમાં રાજ્યપાલે તેમને તત્કાલ પ્રભાવથી મંત્રિપરિષદથી બર્ખાસ્ત કરી દીધા છે.