ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુ યુનિટએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર નવજાત બાળકોને સોનાની વીંટી આપવાનો નિર્ણય લીધો છે. આ અવસરે અન્ય યોજનાઓમાં 720 કિલોગ્રામ માછલી વહેંચવાનુ પણ સામેલ છે. મત્સ્યોદ્યોગ અને માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગનએ કહ્યુ, અમે ચેન્નઈ સ્થિત સરકારી RSRM હોસ્પિટલને પસંદ કર્યુ છે જ્યાં પીએમના જન્મદિન પર જન્મનાર તમામ બાળકોને સોનાની વીંટી આપવામાં આવશે.
વીંટી વહેંચવાના કાર્યક્રમમાં આવનારા ખર્ચને લઈને મુરુગને જણાવ્યુ કે દરેક વીંટી લગભગ 2 ગ્રામ સોનાની થશે. જેની કિંમત 5000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. આ મફતમાં અપાતી રેવડી નથી પરંતુ અમે આના દ્વારા વડાપ્રધાનના જન્મદિને જન્મ લેનાર બાળકોનુ સ્વાગત કરવા ઈચ્છીએ છીએ. ભાજપની લોકલ યુનિટનુ અનુમાન છે કે આ હોસ્પિટલમાં 17 સપ્ટેમ્બરએ 10-15 બાળકોનો જન્મ થઈ શકે છે.