અમદાવાદમાં અમેરિકા અને ચીનના ટ્રેડ વૉરની ભારત પર શું અસર થઈ શકે તે અંગે એક ટૉક યોજાશે. ગુજરાત વિશ્વકોશમાં 11 એપ્રિલે સાંજે રમેશ શાહ ‘ટ્રેડ વૉર’ ઉપર વાત કરશે. ટ્રેડ વૉરનો પ્રારંભ અમેરિકાએ કર્યો પણ ચીન વિવિધ માર્ગોએ દુનિયાના દેશો સામે ગુપ્ત રીતે વેપાર યુદ્ધ ચલાવી રહ્યું છે. ત્યારે ભારત ઉપર તેની શું અસરો પડી શકે છે તેની વાત થશે.