તાલિબાનોએ ચૂંટાયેલી સરકારને પદભ્રષ્ટ કર્યા પછી સત્તા કબજે કરતાં વિદેશી આર્થિક સહાયનો સ્રોત અટકી જતાં અફઘાનિસ્તાનનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે અને દેશ દારુણ ગરીબીમાં ધકેલાઈ ગયો છે. તાલિબાનોના શાસનના કારણે અફઘાનિસ્તાને બે દાયકામાં કરેલો આર્થિક-સામાજિક વિકાસ ધોવાઈ ગયો છે. એવામાં અફઘાનિસ્તાનને આર્થિક અને માનવીય કટોકટીમાંથી બહાર કાઢવા માટે સંયુક્ત રાષ્ટ્રે દુનિયાને મદદ કરવા હાકલ કરી છે. બીજીબાજુ અમેરિકાએ તાલિબાનો પર વચનભંગનો આક્ષેપ કરતાં કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં વચગાળાની સરકાર આંતરરાષ્ટ્રીય સમાજની આશાઓથી તદ્ન વિપરિત છે.