બિપોરજોય વાવાઝોડાની આફત વચ્ચે સરકારી ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચારો સામે આવ્યાં છે. ભરતી પરીક્ષાઓને લઈને ત્રણ મોટા નિર્ણયો લેવામાં આવ્યાં છે. તલાટી અને જુનિયર કલાર્કની પરીક્ષાનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે. પંચાયત સેવા પસંદગી બોર્ડે એક સાથે પરિણામ જાહેર કરીને રેકોર્ડ કર્યો છે. તે ઉપરાંત વાવાઝોડાને કારણે GSSSBએ મોકુફ રખાયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે