મુસ્લિમોમાં 'તલાક-એ-હસન' મારફત છૂટાછેડા આપવાની પ્રથા ટ્રીપલ તલાક સમાન નથી અને મહિલાઓ પાસે પણ 'ખુલા'નો વિકલ્પ છે તેમ સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું. મુસ્લિમોમાં ટ્રીપલ તલાકની જેમ 'તલાક-એ-હસન' પણ છૂટાછેડા આપવાની એક રીત છે, પરંતુ તેમાં ત્રણ મહિનામાં ત્રણ વખત નિશ્ચિત સમયાંતરે તલાક બોલીને સંબંધ ખતમ કરવામાં આવે છે. ઈસ્લામમાં પુરુષ 'તલાક' લઈ શકે છે જ્યારે મહિલાઓ માટે 'ખુલા' મારફત પતિથી અલગ થવાનો વિકલ્પ હોય છે.
ન્યાયાધીશ એસ.કે. કૌલ અને ન્યાયાધીશ એમ.એમ. સુંદરેશની બેન્ચે કહ્યું કે, પતિ અને પત્ની એક સાથે ના રહી શકે તો સંબંધ તોડવાના આશય ફેરફાર ન થવાના આધારે બંધારણની કલમ ૧૪૨ હેઠળ તલાક આપી શકાય છે. બેન્ચ 'તલાક-એ-હસન' અને 'એક તરફી ન્યાયેત્તર તલાકના બધા અન્ય રૃપોને ગેરકાયદે તથા ગેરબંધારણીય' જાહેર કરવાની વિનંતીવાળી અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં દાવો કરાયો છે કે તલાકની આ રીત મરજી મુજબની, અસંગત અને મૌલિક અધિકારોનો ભંગ કરે છે.