ભાવનગર જિલ્લાના તળાજા શહેર અને તાલુકાના વર્ષો જૂના પ્રશ્નોના ઉકેલ માટે યુવાનો સોશિયલ મીડિઆના માધ્યમથી ભેગા થયા. સભ્યો પહેલા તળાજા હિતાય નામના ગ્રુપ પર પ્રશ્નો ચર્ચતા. બાદમાં તેમણે તળાજામાં કાર્યાલય શરુ કર્યું. બેઠક કરી તેમાં રાજકીય અગ્રણીઓને પણ હાજર રાખ્યા. સહકારી અગ્રણી મેરસંગભાઈ ગોહિલની પહેલથી આ ગ્રુપ શરુ થયું.